સોમવતી અમાસે ૧૯ ભાવિકોએ સોમનાથમાં સુવર્ણ કળશ ચઢાવ્યા

Tuesday 07th September 2021 11:39 EDT
 
 

વેરાવળ: સોમનાથમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે ૧૯ ભાવિકોએ સુવર્ણ કળશ ચઢાવ્યા છે. તો રોજકોટના એક ભાવિકે સોમનાથ મહાદેવને ૩૦૨ ગ્રામ સોનાનું ત્રિપુંડ ચઢાવ્યું છે. સોમવતી અમાસે દાનનું માહાત્મ્ય છે. આથી ૧૯ ભાવિકોએ સુવર્ણ કળશ ચઢાવ્યા હતા. રાજકોટના એક શિવભક્તે ૩૨૦ ગ્રામ સોનાનું ત્રિપૂંડ તેમજ સવાપાંચ કિલો ચાંદીમાંથી બનેલા ડોલ, કળશ અને ચંદ્ર અર્પણ કર્યા હતા. સોનાના ત્રિપૂંડનો આજના મધ્યાહ્ન શ્રૃંગારમાંજ ઉપયોગ કરાયો હતો. તો ૫૧ ધ્વજા પૂજા નોંધાઇ હતી. સાંજે સુધીમાં સોમનાથ દાદાને ૪૫,૦૦૦ ભાવિકોએ શીશ ઝુકાવ્યા હતા. 


comments powered by Disqus