ઊંઝા: કડવા પાટીદારોની મુખ્ય સંસ્થા ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા સોલામાં ઉમિયાધામ કેમ્પસના વિકાસ માટેા રૂ. ૧૫૦૦ કરોડના પ્રોજેક્ટને મંજૂરી સાથે ઉમિયા માતાજી મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ૧૧થી ૧૩ ડિસેમ્બર દરમિયાન યોજાશે. ઊંઝામાં ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણિભાઇ પટેલ (મમ્મી)ના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારી અને જનરલ સભામાં માનદમંત્રી દિલીપ નેતાજીએ જણાવ્યું હતું કે, સોલામાં ખાતે ૧૧થી-૧૩ ડિસેમ્બર સુધી યોજાનારા ઉમિયાધામ કેમ્પસ સોલા અને ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવમાં નવકુંડી નવચંડી યજ્ઞ, દાતા સન્માન, સંગઠનના કાર્યકરોનું સન્માન, ૧૦૧ યજમાન પાટલા, ૫૦૧ શીલા પૂજન યજમાન સહિતના આયોજન થશે.

