સુરતઃ મોટા વરાછાના સ્વામીનારાયણ મંદિરમાં વીતેલા દોઢ મહિનાના સમયગાળા દરમિયાન સમયાંતરે હરિભક્તોએ મંદિરમાં પૂજા, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમમાં અપશબ્દો ઉચ્ચારી ખલેલ પહોંચાડવા ઉપરાંત તોડફોડ કરી મારામારી કરતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
મોટા વરાછાના લજામણી ચોક સ્થિતસ્વામીનારાયણ મંદિરના સ્વામી નિર્દોષચરણદાસજીએ ૨૪ હરિભક્તો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં સ્વામીએ આક્ષેપ કર્યો છે કે હરિભક્તોએ દોઢ મહિનાના સમયગાળામાં મંદિરમાં આવી પૂજા, હવન જેવા ધાર્મિક કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી અપશબ્દો ઉચ્ચારી તોડફોડ કરવા દાનપેટીમાંથી રોકડ લઇ જવાની સાથે ટપલીદાવ કરતા હતા. સ્વામીની ફરિયાદને ધ્યાનમાં લઇ પોલીસ બંદોબસ્ત પણ ફાળવ્યો હતો.

