૧.૫ લાખ ભાવિકો પાવાગઢ ઊમટ્યા

Tuesday 07th September 2021 17:02 EDT
 
 

પાવાગઢઃ પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે ૫ સપ્ટેમ્બરના રવિવારના રોજ દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટ્યા હતા. ભારે ધસારાને કારણે ઠેર ઠેર જામના દ્દશ્યો સર્જાયા હતા. એસટી બસ સેવા દ્વારા સાંજ સુધીમાં ૧૫૦૦ ટ્રિપ કરવામાં આવી હતી. તો ૯ હજાર લોકોએ રોપ-વેનો લાભ લીધો હતો. લોકોને બસ રોપ-વે માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. મોટી સંખ્યામાં ખાનગી વાહનો ઉમટી આવતાં પાર્કિંગની પણ ગંભીર સમસ્યાઓ સર્જાઇ હતી.


comments powered by Disqus