અંજારનો માત્ર ૪ વર્ષનો પર્વ વૈશ્વિક ક્લબ ફૂટ અવેરનેસ પ્રોજેક્ટનો ભારતનો પ્રતિનિધિ બન્યો

Wednesday 09th June 2021 07:28 EDT
 

અંજારઃ ગિવ વાચા ફાઉન્ડેશન “વૈશ્વિક ક્લબ ફૂટ અવેરનેસ પર્વ” પ્રોજેક્ટ દ્વારા ક્લબફૂટ તકલીફ સાથે જન્મેલા બાળકોને સચોટ અને સમયસર માર્ગદર્શન પૂરું પાડશે ત્યારે આ પ્રોજેક્ટના ભારતના પ્રતિનિધિ તરીકે અંજારનો માત્ર ૪ વર્ષના બાળક પર્વ કૃપેશ ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે. આ બાળક ક્લબ ફૂટની તકલીફ સાથે જન્મેલો હતો. તેની સમયસર સારવાર થવાથી તે સંપૂર્ણ ઠીક થયો હતો. તેણે સંસ્થાના વિવિધ પ્રોજેક્ટ માટેના ૧૫ જેટલા ગીતોમાં પોતાની કળાનું દાન આપ્યું છે. હંગામા મ્યુઝિકએ તેને “રાઈસિંગ સ્ટાર ઓફ ઈન્ડિયા”નું બિરુદ આપી તેના ૧૫ ગીતોનો આલ્બમ આ પ્રસંગે વિશ્વ કક્ષાએ રજૂ કર્યો હતો.


comments powered by Disqus