અમદાવાદમાં દૈનિક ૧૦,૦૦૦ કિલો બાયો વેસ્ટનો નિકાલ

Wednesday 09th June 2021 06:42 EDT
 
 

અમદાવાદઃ કોરોનાની પહેલી લહેરમાં જે કંપનીઓને બાયો મેડિકલ વેસ્ટ ૧૦ હજાર કિલો પ્રતિ દિવસ મળતો હતો તે વેસ્ટ બીજી લહેરમાં ૨૦ હજાર કિલોથી વધારે જોવા મળ્યો હતો.મેડિકલ વેસ્ટ કલેક્ટ કરતી કેર બીએમડબલ્યુ, પોલ્યુ કેર, મેડિકેર અને ઈકોલી વેસ્ટ નામની ૪ કંપનીઓને શહેરની કોવિડ હોસ્પિટલોમાંથી મેડિકલ વેસ્ટના નિકાલનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. પ્રતિ કંપની જો એક દિવસમાં બે-અઢી હજાર કિલો બાયો મેડિકલ વેસ્ટ કલેક્ટ કરે તો એક દિવસમાં ૧૦,૦૦૦ કિલો જેટલો ફક્ત કોવિડનો બાયો મેડિકલ વેસ્ટ અમદાવાદમાંથી નીકળે છે. પર્યાવરણવિદનું કહેવું છે કે, કોરોનાના લીધે બાયો મેડિકલ વેસ્ટનું પ્રમાણ વધ્યું છે, તો ગુજરાત પોલ્યુશન કંટ્રોસ બોર્ડ (જીપીસીબી) દ્વારા બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે એક્શન પ્લાનની જરૂર છે.  કોરોના મહામારીમાં વપરાયેલી વસ્તુઓમાંથી વાઇરસ ફેલાઇ શકે છે જેથી તેને ઇન્સનરેશન પ્રોસેસથી નષ્ટ કરવો પડે છે. કોવિડ વેસ્ટ બાળ્યા પછીની રાખને ડમ્પિંગ યાર્ડમાં મોકલાય છે. દર મહિને ૨૦-૨૫  ટન રાખ નીકળે છે.


comments powered by Disqus