ભૂજ: કચ્છના લખપત તાલુકાના પાનધ્રો ખાતે આવેલ કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના ઘટી હતી. પાવર પ્રોજેક્ટ યુનિટ નં.૪માં સીઓડી ડંક ૩પ મિટરની ઉંચાઈએથી ધડામ દઈને નીચે પડ્યું હતું. સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ લાખોની નુકસાનીના અહેવાલો સાપડી રહ્યા છે.
પાન્ધ્રો સ્થિત કચ્છ લિગ્નાઈટ પાવર પ્રોજેક્ટમાં અકસ્માત સર્જાયો હતો. પાવર પ્રોજેક્ટના યુનિટ નં.૪માં સીઓડી ડંક ૩પ મિટરની ઉંચાઈથી નીચે પટકાયું હતું. કોઈ કર્મચારી ન હોવાથી જાનહાની થઈ ન હતી, પરંતુ ચાર નંબરના યુનિટમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનું જાણકારો કહી રહ્યા છે. અકસ્માતને પગલે યુનિટ નં.૪ ઠપ્પ થઈ ગયું છે.
આ અંગે કચ્છ થર્મલ પાવર સ્ટેશનના એડિશનલ ચીફ એન્જિનિયર બી.ટી.કન્નરે કોઈ જાનહાની ન થઈ હોવાનું કહ્યું હતું. અમારા દ્વારા સર્વે કામગીરી હાથ ધરાઈ છે અને આ ઘટનાને કારણે યુનિટ શટડાઉન થયું છે એવું તેમણે
કહ્યું હતું.