ચીનની કંપની સાથેના વિવાદમાં શહેરની કિરી ઇન્ડસ્ટ્રીઝની સિંગાપોરમાં જીત

Wednesday 09th June 2021 07:02 EDT
 

અમદાવાદ: ડાયસ્ટર કંપનીમાં અમદાવાદની કિરી ઇન્ડસ્ટ્રીઝના રહેલા હિસ્સાને લઈને કિરી ઇન્ડસ્ટ્રીઝ અને ચીનની લોંગસેંગ કંપની વચ્ચેના વિવાદમાં, સિંગાપોર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટે (SICC) ત્રીજી જૂને બહુ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં અમદાવાદની કિરી ઇન્ડસ્ટ્રીઝનો વિજય થયો છે.
SICCએ ચીનની લોંગસેંગ કંપનીને આદેશ કર્યો હતો કે, ડાયસ્ટર કંપનીમાં રહેલો કિરી ઇન્ડસ્ટ્રીઝનો ૩૭.૫૭ ટકા હિસ્સો ખરીદી લે. કિરી ઇન્ડસ્ટ્રીઝના આ હિસ્સાની કિંમત ૪૮૨.૫૦ મિલિયન ડોલર નક્કી કરાય છે. આગામી દિવસોમાં લોંગસેંગ કંપનીએ આ હિસ્સો ખરીદીને કિરી ઇન્ડસ્ટ્રીઝને રૂ. ૩,૫૦૦ કરોડ ચૂકવવાના રહેશે.


comments powered by Disqus