રાજકોટ: રાજકોટ સીટી પોલીસ ટેક્નોલોજીના માધ્યમથી પેપરલેસ, કોન્ટેક્ટલેસ, કેશલેશ સિસ્ટમ શરૂ કરનાર દેશમાં પ્રથમ પોલીસ બની છે. ગત જાન્યુઆરી મહિલામાં આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો.જેમાં આરપીટી એપ્લિકેશનને અપડેટ કરી છે.
ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) સિસ્ટમથી દંડ વસૂલવામા આવતો હતો. પરંતુ હવે યુપીઆઇ સિસ્ટમ પોલીસ તેમજ વાહન ચાલકો માટે ખૂબ જ સરળ બની રહેશે. ટ્રાફિક શાખાના પાંચ અધિકારીએ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બે હજારથી વધુ કેસ કર્યા છે.
આ સિસ્ટમમાં ચાલક સ્થળ પર દંડ આપતા મોબાઇલામાં દંડ મળ્યાનો મેસેજ મળશે. તેમજ ક્યુઆરકોડ સ્કેનથી દંડ ભરી શકશે. અને નિયત કરેલા સ્થળે જઇ દંડ ભરી શકશે.