પાકિસ્તાની ખારેક દુબઈથી સુરત આવી, રૂ.૫૦ લાખનો જથ્થો સીઝ

Wednesday 09th June 2021 07:41 EDT
 

સુરતઃ ડીઆરઆઈ વિભાગે હજીરા પોર્ટ પરથી દુબઈના નામે પાકિસ્તાનની ખારેક દેશમાં આયાત કરવાનો ખેલ ઉઘાડો પાડ્યો છે. અધિકારીઓએ ૧૯૮ મેટ્રીક ટન ખારેક પકડી છે. વરાછાની ડી.સી. ઈન્ટરનેશનલના સંચાલકો પાકિસ્તાનની ખારેકને સરકારી ચોપડે દુબઈની ખારેક બતાવી ૧૮૦ ટકા ડયૂટી બચાવતા હતા. પુલવામા હુમલા બાદ પાકિસ્તાનથી આયાત વસ્તુ પર ભારતે ૨૦૦ ટકા ડ્યુટી લગાવાઈ હતી. દુબઈથી ખારેકની આયાત પર માત્ર ૨૦ ટકા ટેક્સ છે. આ આયાતકાર પહેલા ખારેક પાકિસ્તાનથી દુબઈ મંગાવતો અને દુબઈથી હજીરા પોર્ટ પર માલ લાવતો એટલે એવું દેખાઈ કે માલ દુબઈનો છે. ડી.સી. ઈન્ટરનેશનલના સંચાલકો પાકિસ્તાનથી ખારેક દુબઈ મોકલતા અને દુબઈથી ભારત લાવતા હતા. આ રીતે ૧૮૦ ટકા ડ્યૂટી ચોરી કરતા હતા. જપ્ત કરાયેલી ૧૯૮ મેટ્રીક ટન ખારેક પર ૨૦૦ ટકા લેખે ડ્યૂટી વત્તા અન્ય દંડ મળી કુલ ૮૩ લાખની વસૂલાત કઢાઈ છે. 


comments powered by Disqus