બીજી લહેર છતાં ૫ મહિનામાં સ્ટેટ GST આવકમાં ૬ હજાર કરોડનો વધારો

Wednesday 09th June 2021 06:58 EDT
 
 

અમદાવાદ: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે અર્થતંત્રનું સ્વાસ્થ્ય સારું રહ્યું. જીએસટી કલેક્શન તેનો સંકેત આપે છે. મે માસમાં સતત આઠમાં મહિને જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયા(૧,૦૨,૭૦૯ કરોડ)થી વધારે રહ્યું. જોકે તે ચાલુ વર્ષના એપ્રિલના ૧.૪૧ લાખ કરોડ રૂપિયાના કલેક્શનની તુલનાએ આશરે ૨૭% ઓછું રહ્યું. પણ મે ૨૦૨૦ની તુલનાએ તે ૬૫% વધુ છે. તેનું સૌથી મોટું કારણ નેશનલ લૉકડાઉન ન લગાવવું રહ્યું.
સ્ટેટ જીએસટીના આંકડા પણ સારાં રહ્યાં છે. જાન્યુઆરીથી મેના ૫ મહિનામાં ગુજરાત સ્ટેટ જીએસટીને ૧૭,૩૫૭કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ૨૦૨૦ના આ મહિનાઓની તુલનાએ ૬ હજાર ૧૬૬ કરોડ વધુ છે. એપ્રિલમાં જ્યારે કોરોના તેની ચરમસીમાએ હતું તે દરમિયાન ૪ હજાર કરોડનું કલેક્શન થયું જે રેકોર્ડબ્રેક હતું. સ્ટેટ જીએસટી અધિકારીઓ કહે છે કે તેના ત્રણ મુખ્ય કારણો રહ્યાં છે. પ્રથમ- લૉકડાઉન લાગુ ન કરવું. બીજું - આયાત બંધ થવા છતાં લોકલ ડિમાન્ડ વધી અને ત્રીજું - કેટલાક પોલિસી નિર્ણય.


comments powered by Disqus