અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયાએ વેગ પકડવાનું શરૂ કરી દીધું છે. દેશના જે રાજ્યમાં વસતીના સૌથી વધુ પ્રમાણે વેક્સિનેશન લઈ લીધું હોય તેમાં ગુજરાત ૮.૬૫ ટકા સાથે મોખરે છે. ગુજરાતમાં ૧.૩૮ કરોડ લોકો દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૪૨.૮૧ લાખ દ્વારા બીજો ડોઝ લેવામાં આવ્યો છે. ગુજરાતમાં સંપૂર્ણ વેક્સિનેશન માટેનો ટાર્ગેટ ૪.૮૯ કરોડ છે. જેની સામે ૪૨.૮૧ લાખ એટલે કે ૮.૬૫ ટકા લોકો એવા છે જેમણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.
દેશના જે રાજ્યમોમાં વેક્સિનના બંને ડોઝ લેવામાં આવ્યા હોય તેમાં ઉત્તરાખંડ ૮.૫૧ ટકા સાથે બીજા, દિલ્હી ૮.૩૯ ટકા સાથે ત્રીજા, કેરળ ૭.૯૪ ટકા સાથછે ચોથા અને હિમાચલ પ્રદેશ ૭.૮૬ ટકા પાંચમા સ્થાને છે. ઉત્તરાખંડમાંથી ૬.૮૬ લાખ દ્વારા, દિલ્હીમાંથી ૧૨.૮૨ લાખ દ્વારા વેક્સિનના બંને ડોઝ લેવામાં આવ્યા છે. સમગ્ર દેશમાંથી માત્ર ૪.૭૦ ટકા વસ્તી જ એવી છે જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા છે. દેશના જે રાજ્યમાંથી વેક્સિનના બંને ડોઝ લેવામાં આવ્યા હોય તેનું પ્રમાણ ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું ૨.૪૨ ટકા છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું ૨.૪૨ ટકા છે. ઉત્તર પ્રદેશમાં પ્રથમ ડોઝ લેનારાનું પ્રમાણ ૧.૬૫ કરોડ અને બીજો ડોઝ લેનારાનું પ્રમાણ ૩૬.૨૨ લાખ છે. ઉત્તર પ્રદેશને હર્ડ ઈમ્યુનિટી માટે ૧૪.૭૪ કરોડનો ટાર્ગેટ છે.

