જૂનાગઢ: વર્લ્ડ બેન્ક દ્વારા નેશલન હાયર એગ્રીકલ્ચર એજ્યુકેશન પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય કૃષિ અનુસંધન પરિષદ મારફત અપાયેલા ઇન્સ્ટીટ્યૂટ ડેવલપમેન્ટ પ્લાન પ્રોજેક્ટનાં અમલીકરણમાં જૂનાગઢ કૃષિ યુનિ.ને ૮૮ ટકા માર્ક્સ સાથે દેશમાં સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન મળેલ છે. દેશની કુલ ૭૫ યુનિવર્સિટીઓમાંથી પ્રથમ અને બીજા ચરણમાં કુલ ૧૩ યુનિ.ઓને આવો પ્રોજેક્ટ મળેલ છે. તેના અમલીકરણમાં તથા આઉટપુટના આધારે વર્લ્ડબેન્કમાં થર્ડ પાર્ટી દ્વારા મૂલ્યાંકન કરાયું હતું. કૃષિ યુનિ.એ સતત બીજા વર્ષે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.