રાજકોટ: રાજકોટથી અનેક વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસાર્થે જાય છે અને વિદેશોમાં કોવિશિલ્ડ રસી માન્યતા ધરાવે છે. આ સ્થિતિમાં રાજકોટ મનપાએ આવા વિદ્યાર્થીઓને વેક્સીનમાં અગ્રતા આપવાનો અને ઓનલાઈન પોર્ટલમાં સર્ટિફિકેટ જનરેટ થઈ શકતું ન હોય ત્યારે નાયબ મ્યુનિ.કમિશનરની સહીથી પ્રમાણપત્ર જારી કરવાનો નિર્ણય લીધો છે.
હાલ ૧૮થી ૪૪ વર્ષના યુવાનો માટે રસી મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે અને રસી મેળવ્યા પછી ૮૪ દિવસે જ બીજો ડોઝ મળે છે. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને વેક્સીનમાં અગ્રતા અપાશે.