ભાવનગરઃ જાપાનમાં ટોક્યો ખાતે ચાલી રહેલી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ૧૨૭ ભારતીય ખેલાડીઓ તેમજ તેમના કોચ, વ્યવસ્થાપક સહિત કુલ ૨૨૮ સભ્યોને મોરારિબાપુ તરફથી પ્રત્યેકને ૨૫ હજાર લેખે કુલ ૫૭ લાખ રૂપિયા પુરસ્કાર-પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવશે.
મોરારિબાપુએ જણાવ્યું હતું કે જીતે, ન જીતે કોઈ તકલીફ નથી. સમગ્ર દેશ આનંદ મનાવી રહ્યો છે. આપણા વડાપ્રધાન પણ સમય સમય પર ખેલાડીઓ સાથે વાત કરીને તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે. અહીંયા હાર-જીતનો ભેદ નથી પણ તમામને વ્યાસપીઠ, ચિત્રકૂટધામ તલગાજરડાના હનુમાનની પ્રસાદી અને સમગ્ર શ્રોતાઓની પ્રસન્નતાથી કંઈક આપવું છે. રકમનું કોઈ મહત્ત્વ નથી.