ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા તીર્થ અને પર્યટક સ્થળ એવા શિવધામ ગોપનાથ ખાતે ‘બિન હિન્દુઓએ પ્રવેશ કરવો નહીં’ના બોર્ડ લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. ભાવનગરના પ્રસિદ્ધ મોટા ગોપનાથનો પણ સમાવેશ થયો છે. છેલ્લા ઘણાં સમયથી મોટા ગોપનાથ ખાતે બિન હિન્દુઓએ પ્રવેશ કરવો નહી, તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે આ બાબતે સત્તાવાર બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં લખ્યુ છે કે- ‘બિન હિન્દુઓએ પ્રવેશ કરવો નહી’. આ બોર્ડ વિહિપ અને બજરંગ દળ દ્વારા લગાવવામાં આવ્યા હોવાના લખાણ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેની અહીંના ટ્રસ્ટે પણ પુષ્ટી કરી છે અને ઇન્ટેલિજન્સ બ્યૂરોએ પણ નોંધ લીધી છે.