ભરતસિંહે મનીષાના ખાતામાં રૂ. ૩ લાખ ડોલર ટ્રાન્સફર કર્યા

Wednesday 11th August 2021 09:29 EDT
 
 

વડોદરાઃ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો છે.
રેશ્મા ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસમા અનેક આક્ષેપો કર્યા છે કે મારા અને ભરતસિંહના નામે ભારતમાં અને અમેરિકામાં અનેક મિલકતો આવેલી છે. બોરસદ ખાતેના ઘરમાંથી મને કાઢી મુકવામાં આવેલી અને હું અમેરિકા આવી ગઇ છુ. અહી બેંક ઓફ અમેરિકામાં મારું પર્સનલ અને બિઝનેસ એકાઉન્ટ આવેલું છે. આ એકાઉન્ટમાંથી ભરતસિંહ સોલંકીએ અમારી જાણ બહાર મનીષા તથા અન્ય ઇસમોના ખાતામાં ૩ લાખ ડોલર (અંદાજે સવા બે કરોડ રૂપિયા) ટ્રાન્સફર કરી દીધા છે. આ નાણા પરત નહી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત મારા તથા ભરતસિંહના નામે જે સ્થાવર અને જંગમ મિલકતો છે તે મિલકતો કોઇ પણ વ્યક્તિએ સીધી કે આડકતરી રીતે ખરીદવી નહી. અને જો કોઇએ વેચાણે લીધી હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


comments powered by Disqus