રૂની ગામના જવાને ૧૦૦ કિ.મી.અલ્ટ્રા મેરેથોન દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

Wednesday 11th August 2021 09:23 EDT
 

સુઈગામઃ બનાકાંઠાના ભાભર તાલુકાના રૂની ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા હપુરસિંહ ઠાકોરે ૧૦૦ કી. મી એશિયન ગેમની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ગત ૮ ઓગષ્ટ ના રોજ બેંગ્લોર ખાતે એશિયન ગેમ ૧૦૦ કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ યોજાઇ હતી. આ ગેમનું આયોજન AFI તરફથી થયેલ હતું. એમાં અને ઓલ ઇન્ડિયા રનર આર્મીમેન હપુરસિંહ ઠાકોરે ૮ કલાક ૨૮ મિનિટમાં ૧૦૦ કિલોમીટરની દોડ પુરી કરતા નેશનલ લેવલે બ્રોજ મેડલ મેળવીને કોલિફાય ફાઇનલ કરેલ છે. હપૂરસિંહ બાબુજી ઠાકોર ૧૧ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. ૫ વર્ષથી ઓલ ઇન્ડિયન આર્મી ટીમમાં રનિંગ ટીમના કોલિફાય ખેલાડી છે અને કેટલીયે સ્પર્ધામાં મેડલ અને પ્રમાણપત્રો મેળવ્યા છે.


comments powered by Disqus