સાવરકુંડલામાં ઝુંપડાં પર કાળમુખો ટ્રક ફરી વળતાં ૮ વ્યક્તિનાં મોત

Wednesday 11th August 2021 08:22 EDT
 

અમરેલીઃ સાવરકુંડલામાં રાજુલા રોડ પર ૮ ઓગસ્ટની રાતે અઢી વાગ્યે એક ટ્રક ત્રણ ઝુંપડાં પર ફરી વળી હતી, જેમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હતા.  મૂળ રાજસ્થાનના અને અમરેલીમાં ફતેપુર રોડ પર રહેતા સરણિયા પરિવારના લોકો હાલમાં બાઢડાની સીમમાં ચાર ઝુંડપાં બનાવીને રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા. જુદા જુદા ત્રણ પરિવારના ૧૨ લોકો અહીં ખાટલા નાખી ખુલ્લામાં સૂતા હતા. ત્યારે ટ્રક છે પૈકી ચાર ખાટલા પર ફરી વળી હતી. અને ૫૦ મીટર સુધી ઢસડાઇ એક હોટેલની પાછળની દીવાલ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે બે બાળકોને ઇજા પહોંચતા અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.


comments powered by Disqus