સોખડા હરિધામ અને આસોજમાં આત્મીય મંદિરનું નિર્માણ થશે

Wednesday 11th August 2021 09:28 EDT
 

વડોદરાઃ યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પૂ.હરિપ્રસાદ સ્વામીજીના ત્રયોદશી પર્વની હરિધામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાપૂજા વખતે અગ્રણી સંતો અને દેશ વિદેશથી હજારો ભક્તો હાજર રહ્યાં હતા. આ સમયે દેશ વિદેશમાં સત્સંગ કેન્દ્રોમાં પણ મહાપૂજા યોજાઇ હતી.
હરિપ્રસાદ સ્વામીજીના હરિધામ મંદિર ખાતે જે સ્થળે અંત્યેષ્ટિ સંસ્કાર થયા હતા તે સ્થાને પ્લેટફોર્મ બનાવીને મુર્તિ પધરાવવામાં આવી છે ત્યાં આરસનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવશે. આ સ્થાને અખંડ દીપ જ્યોતિ પ્રગટ કરવામાં આવી છે. મહાપૂજા દરમિયાન અસ્થિ કુંભનું પૂજન કરાયુ હતું. તા.૧૨ ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ સ્થળોએ આ અસ્થિ કુંભોના દર્શન યોજાશે.
તો યોગી ડિવાઇન સોસાયટીના નવા અધ્યક્ષ પૂ.પ્રેમસ્વરૂપ સ્વામીજીએ કહ્યું હતું કે, પૂ.હરિપ્રસાદ સ્વામીજીના પ્રાગટય સ્થાન આસોજ ખાતે પણ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. તેઓની ઇચ્છા અનુસાર દેશ વિદેશમાં પ્રાર્થના મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવશે. હરિધામ અને આસોજ ખાતેના બન્ને મંદિરોના નિર્માણ અગામી એક વર્ષમાં પૂણ કરી દેવાશે.


comments powered by Disqus