સોમનાથ સમુદ્રતટે મરિન ડ્રાઇવ જેવો વોક વે તૈયાર

Wednesday 11th August 2021 08:19 EDT
 

વેરાવળઃ જગવિખ્યાત સોમનાથ સાંનધ્યે યાત્રીઓ માટે કેન્દ્ર સરકારની યોજના હેઠળ રૂ. ૫૦ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ વોક વે, મ્યુઝિયમ સહિતના વિકાસકામોનું લોકાર્પણ અને નિર્માણ થનાર રૂ. ૨૧ કરોડના ખર્ચે પાર્વતીજી મંદિરનો શિલાન્યાસ આગામી થોડા દિવસોમાં સોમનાથ ટ્રસ્ટના ટ્ર્સ્ટી એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ રીતે કરાશે. જેને લઈને ટ્રસ્ટ દ્વરા તડામાર તૈયારી ચાલુ કરી દેવાઈ છે.
જગવિખ્યાત સોમનાથ મંદિરનાં સાનિધ્યે યાત્રીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે તે હેતુસર કરોડોના ખર્ચે વિકાસકામો કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાદ યોજના હેઠળ કરવામાં આવેલા છે. જેમાં સોમનાથ મંદિર સમીપે સમુદ્રકિનારે સવા કિલોમીટર લાંબો વોક વે, ટીએચસી ભવન ખાતે મંદિર સ્થાપ્ત્ય મ્યુઝિયમ તથા અહલ્યાબાઈ (જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા) મંદિર પરિસરના વિકાસનાં કામમનું લોકાર્પણ કરવાનું તેમજ આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં પાર્વતીજી મંદિરનું શિલાન્યાસ વિધિ વડા પ્રધાન કાર્યાલયમાંથી તારીખ મળ્યા બાદ આગામી દિવસોમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્યે વર્ચ્યુઅલ રીતે કરાશે.


comments powered by Disqus