અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨ લાખને પાર

Wednesday 12th May 2021 05:55 EDT
 

અમદાવાદ: અમદાવાદમાં કોરોના વાઇરસના કેસની કુલ સંખ્યા બે લાખને વટાવી જઈ ૨,૦૧,૩૧૭ થઈ છે. માર્ચના છેલ્લા સપ્તાહથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક પુરવાર થઈ છે. તેમાં પણ એપ્રિલ મહિનો કેસની દ્રષ્ટીએ સૌથી ખરાબ રહ્યો હતો. અમદાવાદમાં કોરોનાના પહેલા ૧ લાખ કેસ થવામાં ૩૯૪ દિવસનો સમય લાગ્યો હતો. પરંતુ કેસ ૧ લાખથી ૨ લાખ માત્ર ૨૨ દિવસમાં પહોંચી ગયા હતા. છેલ્લા ૨૨ દિવસની વાત કરીએ તો શહેરમાં ૧,૦૪,૧૫૧ કેસ નોંધાયા છે. એપ્રિલના ૩૦ દિવસમાં જ ૯,૨૩,૧૧૧ કેસ નોંધાયા હતા. એ જ રીતે મે માસના ૧૦ દિવસમાં ૪૦ હજારથી વધુ કેસ આવ્યા છે. એપ્રિલ ૨૨ થી એપ્રિલ ૩૦ સુધી એકપણ દિવસ કેસનો આંકડો ૫ હજારથી નીચે રહ્યો નહતો. ૯ એપ્રિલે પહેલીવાર રોજિંદા કેસનો આંકડો ૧ હજાર ઉપર આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કેસ ચાર અંકમાં જ રહ્યા છે. મે માસના સળંગ ૬ દિવસ દૈનિક કેસની સંખ્યામાં ઘટાડો થયા પછી ૧૦ એપ્રિલના ફરી એકવાર ૩૧૧ કેસનો વધારો જોવા મળ્યો હતો. ૯ એપ્રિલ ૨૮૮૩ની સરખામણીએ ૧૦ એપ્રિલના કુલ ૩૧૯૪ કેસ આવ્યા હતા.


comments powered by Disqus