અમદાવાદઃ અમેરિકનોને લોન અપાવવાના બહાને પૈસા પડાવતું કોલ સેન્ટર જગતપુરથી ઝડપાયું છે. સાઇબર ક્રાઈમે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા ત્રણ પોઝિટિવ આવતા તેને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જગતપુર ખાતે એલોજિયા હોટેલની પાછળ વિષ્ણુધારા ગાર્ડન નામની બિલ્ડિંગમાં ભરતસિંહ મંડોલા નામનો યુવક બે વ્યક્તિ સાથે મળીને ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો. તે USA Speedy Cash Loan Center નામની કંપની તરીકે ઓળખ આપીને અમેરિકન નાગરિકોને છેતરીને તેમની પાસેથી પૈસા ખંખેરતા હતા. પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ૭ મોબાઈલ, ૪ લેપટોપ, મેજિક જેક ડિવાઈસ નંગ ૪, વાઇફાઈ રાઉટર ૨, પાસપોર્ટ ૧ સહિત કુલ ૮૧,૦૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો.