અમદાવાદ: યાત્રાધામ દ્વારકામાં ફરસાણનો ધંધો કરતા પરિવારના મોભી વૃદ્ધનું કોરોનાથી સારવારમાં મૃત્યું થયા બાદ આઘાત લાગતા મૃતકના પત્ની અને બે યુવાન પુત્રોએ ઝેરી દવા પી સામુહિક આપઘાત કરી લીધાની ઘટના સામે આવી હતી.
દ્વારકાના રૂક્ષ્મણીનગરમાં ભાડાના મકાનમાં રહેતા અને ફરસાણનો ધંધો કરતા જયેશભાઇ જૈનને કોરોના લાગુ પડતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘરમાં મોભીનું મૃત્યું થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. મૃતકની પત્ની તથા તેના બે પુત્રો તેમની અંતિમવિધિ કરી ઘરે પરત પહોંચ્યા હતા અને બાદમાં ત્રણેયએ ઝેરી દવા ગટગટાવી લેતા મૃતકના પત્ની અને બંને પુત્રોએ પણ અનંતની વાટ પકડી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં ઘરના મોભીના અવસાનથી વ્યથિત થઇ પગલું ભર્યું હોવાનું જાહેર થયું છે.