નવસારી સિવિલ હોસ્પિટલમાં એપ્રિલ માસમાં ૧૨ બાળકો જન્મ્યા હતા. અને દરેક બાળકની માતા કોરોના સંક્રમિત હતી. તેમાં ૬ સિઝેરિયન અને ૬ નોર્મલ ડિલિવરી થઇ હતી. છેલ્લા એક વર્ષમાં અહીં કોરોના સામે ઝઝુમી રહેલી ૨૪ સગર્ભાની ડિલિવરી કરવામાં આવી હતી. સિવિલના ગાયનેકોલોજિસ્ટ ડો. નેહા પટેલે આ ડિલિવરી કરાવી હતી.