મહાબંદર કંડલાના દરિયામાં લાંગરેલા બે જહાજો વચ્ચે ટક્કર

Wednesday 12th May 2021 07:07 EDT
 
 

ગાંધીધામ : મહાબંદર કંડલા (દીનદયાળ) ખાતે આવેલાં જહાજો પૈકી કેટલાકને દૂર દરિયામાં ઊંભાં રાખીને તેમાંથી બાર્જ દ્વારા માલ અનલોડીંગ થાય છે. તુણા આઉટર બોયો ખાતે આવી જ રીતે ઊભલાં એક જહાજમાં અન્ય આવી રહેલુ જહાજ અથડાયું હતું. અલબત્ત કોઈ મોટી ઘટના સર્જાઈ ન હોતી.
બનાવની વિગત પ્રમાણે એમ.વી.યુ. ગ્લોરી નામનું જહાજ એન્કર ઉપાડીને પાઈલટ સ્ટેશન તરફ આગળ વધી રહ્યું હતું. ત્યારે દરિયામાં ભારે પવન અને ઉછળતાં મોજાને લઈને અંકુશ બહાર ગયું હતું. બરાબર એ જ સમયે એમ.વી. મેદેરા નામનું જહાજ એન્કર નાખીને તેમાં રહેલો કોલસો, બાર્જમાં ઉતારી રહ્યું હતું. ગ્લોરી જહાજ પડખાંભેર તેની સાથે અથડાયું હતું. અલબત્ત બંને જહાજને કોઈ મોટી નુકસાની થઈ નહોતી અને યુ ગ્લોરી પછીથી બંદરની જેટીએ સલામત લાંગર્યું હતું. યુ ગ્લોરી કન્ટેનર તથા વ્યવસાયિક વાહન બસ, ટ્રક વગેરે લાદ્યું છે તેવી માહિતી સત્તાવાર રીતે અપાઈ હતી. યુ ગ્લોરીના કપ્તાને મહામહેનતે મોટો અકસ્માત થતો બચાવ્યો હતો. નહીંતર કોલસો ખાલી કરતાં જે બાર્જ તેની હડફેટે આવે તેમ હતા.


comments powered by Disqus