રાજકોટના ભાઇ-બહેને ઓક્સિજન સિલિન્ડર માટે વેબસાઇટ બનાવી

Wednesday 12th May 2021 06:47 EDT
 

રાજકોટઃ સૌરાષ્ટ્રની સૌપ્રથમ ઓક્સિજન સિલિન્ડર માટેની વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ પરથી આસાનીથી ઓક્સિજન સિલિન્ડર એ પણ નિઃશુલ્ક મળી જશે. આ માટે દુબઇથી ૫૨૦ ઓક્સિજન સિલિન્ડર રાજકોટ આવી પહોંચ્યા છે. ૨૨ વર્ષના યુવાન જય માંડવીયા, તેની બહેન અને તેમની ટીમે www.brightoxyhelp.com નામની એક વેબસાઈટ તૈયાર કરી છે. જેના પરથી માત્ર ૨૦ મિનીટમાં ઓક્સિજન સિલિન્ડર આસાનીથી મળી જશે.
રાજકોટમાં જ રહેતી એક યુવતી ડો. શિવાંગી માંડવીયા, તેના ભાઇ જય અને સાથી મિત્રોની મદદ વડે કોરોના દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા સૌરાષ્ટ્રની સૌપ્રથમ વેબસાઈટ www.brightoxyhelp.com બનાવી છે. જે બાદ હવે સૌપ્રથમવાર સ્વખર્ચે દુબઈથી ઓક્સિજન ઇમ્પોર્ટ કરીને માનવતાની મિશાલ કાયમ કરી છે. સિલિન્ડર આવી ગયા બાદ આ સંસ્થા તાલુકા લેવલે કે જ્યાં સેવાઓનો અભાવ છે ત્યાં પણ સેવા ચાલુ કરવા જઇ રહ્યાં છે અને નવા ત્રણ સેન્ટર જામનગર જિલ્લાનું કાલાવડ, સુરેન્દ્રનાગરનું મુળી તેમજ જુનાગઢ જિલ્લામાં પણ સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરશે. આ પ્રસંશનીય સેવાકાર્યમાં એક એક કરીને અનેક લોકો જોડાય રહ્યાં છે.
જેથી ફક્ત ઓક્સિજન સિલિન્ડરનું સપ્લાય જ નહીં પરંતુ કોરોના દર્દીઓને નાળિયેર વિતરણ તેમજ દર્દીઓને વિનામૂલ્યે ઓનલાઈન માર્ગદર્શન પણ પહોંચાડી શકાય છે.


comments powered by Disqus