સુરતઃ કોરાના કાળમાં પણ માનવતાને નેવે મુકીને ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેકશન બનાવી વેચનાર કે કાળા બજાર કરનાર આરોપીઓનો કેસ ન લડવા સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોની ડીજીટલ મીટીંગ મળી હતી. વેન્ટીલેટર પર દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે રેમડેસિવિર ઇન્જેકશન માટે સબંધીઓ પર દબાણ કરાય છે. જેને પગલે લેભાગુઓએ ઇન્જેકશનના કાળાબજાર સહિત ડુપ્લીકેટ ઇન્જેકશન બનાવવાનું શરૂ કરી દીધું છે. વકીલ મંડળના હોદ્દેદારોએ ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેકશન વેંચતા તત્વોના કેસને ન લડવા વકીલોને અનુરોધ કર્યો છે.