સુરતઃ લોકલ બજારોને વેપાર માટે કોરોના નડી રહ્યો છે. ત્યાં વિદેશોમાં કોરોનાની સ્થિતિ હળવી થતાં અમેરિકા, યુરોપ સહિતના માર્કેટમાંથી સારા પ્રમાણમાં ડિમાન્ડ નીકળવાની શરૂ થઈ ગઈ છે. સ્થાનિક હીરા, કાપડ અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચર્સ પાસે મોટા મોટા ઓર્ડર નોંધાઈ રહ્યા છે પણ તેની સામે કારીગરોની મોટી અછત વર્તવવાનું શરૂ થઈ ગયું છે.
રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક સહિતના રાજ્યોમાં કોરોનાની અસરના કારણે લોકલ માર્કેટમાંથી આવનારા ઓર્ડર અટકી પડ્યા છે. પરંતુ ઘણા દેશોમાં કોરોનાની અસર નહીવત્ સમાન થઈ જવાના કારણે ત્યાં માર્કેટ શરૂ થતાં એકસપોર્ટના ઓર્ડરની ઇન્કવાયરી મોટા પ્રમાણમાં શરૂ થઈ છે.