ગાંધીનગર: કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા ભરત પટેલ કોરોના સંક્રમિત થતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલુ હતી. તેમની તબિયત અચાનક બગડતા હોસ્પિટલમાં જ તેમનું અવસાન થયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન કરીને હાર્દિક પટેલને સાંત્વના પાઠવી હતી.