હાલોલ પાસેની કંપનીમાંથી શંકાસ્પદ કબૂતર મળી આવ્યું

Wednesday 12th May 2021 07:43 EDT
 

હાલોલ: વડોદરા મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતો વિસ્તાર છે. હાલોલ પાસેથી આવેલી ખાનગી કંપનીમાંથી ૪ મે ના રોજ પગમાં માઇક્રોચીપ લગાડેલું કબૂતર મળી આવ્યું હતું. જીવદયા માટે કામ કરતી સંસ્થા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભેગા મળીને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. કબૂતરના પગમાં માઇક્રોચીપ લગાડી વિદેશીઓ દ્વારા જાસુસી કરવામાં આવ્યાની આશંકાને પગલે સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કબૂતરના એક પગમાં પહેરાવાયેલી રીંગ ટ્રેકીંગ ડિવાઇઝ જેવું જણાતું હતું. અને અન્ય પગમાંથી નંબર લખેલી ચીપ મળી આવી છે. ડોક્ટરે કાળજીપૂર્વક કબુતરના પગમાં લગાડવામાં આવેલી બંને રીંગ કાઢી નાંખી હતી. બે પૈકી એક રીંગને ધ્યાનથી જોતા તેમાં માઇક્રોચીપ હોવાનું તારણ સામે આવ્યું હતું, જ્યારે અન્ય રીંગ પર વિદેશી ભાષામાં કંઇક લખેલું હોવાનું સામે આવ્યું હતું. બંને રીંગને સ્થાનિક પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી હતી. અને વધુ તપાસ અર્થે ગાંધીનગર FSL મોકલી અપાઇ છે.


comments powered by Disqus