ભુજઃ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ૨,૯૮૮ કિલો ડ્રગ્સ ઝડપાયાની ઘટનાની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઇએને તપાસનો આદેશ આપ્યો હતો. બંને કન્ટેનરોમાં અફઘાનિસ્તાનની ટેલ્કમ પાઉડરની આડમાં મોકલવામાં આવેલો હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો.
આ ડ્રગ્સ ઇરાનના અબ્બાસ પોર્ટ પરથી મુન્દ્રા પોર્ટ પહોચ્યું હતું. આંતરાષ્ટ્રીય માર્કેટમાં ડ્રગ્સની કિંમત ૨૧ હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
ગત મહિને મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા ૩ હજાર કિલો
રૂ. ૨૧ હજાર કરોડના હેરોઈન પ્રકરણની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને સોંપવામાં આવી છે. આ એજન્સીની પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવી રહ્યુ છે કે, કરોડોનો આ હેરોઈનની ડિલીવરી દિલ્હીના શખ્શને મળવાની હતી. આ ડ્રગ્સ તાલિબાની નિયંત્રણવાળા અફઘાનિસ્તાનમાંથી ભારત પહોંચ્યું હતુ. મુન્દ્રા અદાણી પોર્ટ પરથી ઝડપાયેલા ૩ હજાર કિલો હેરોઈનની તપાસ એનઆઈએ ને સોંપાઈ હતી. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર એનઆઈએ એ કેસની તપાસ શરૂ કરી છે. ઈરાનના અબ્બાસ બંદરથી મુન્દ્રા પોર્ટ પર આવેલા ૨૯૮૮.૨૧ કિલો હેરોઈન પ્રકરણની તપાસ દરમિયાન આ કરોડોનો જથ્થો અફઘાનિસ્તાનથી ભારત પહોંચ્યો હતો.