અમદાવાદઃ છ પેટા કંપનીઓ સ્થાપી અનિલ સ્ટાર્ચ કંપનીના પ્રમોટરોએ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રૂ.૧૫૦૦ કરોડનું જે કૌભાંડ આચર્યું હતું તેમાં એક મહત્ત્વની સફળતા સ્વરૂપે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રમોટર્સમાંથી મુખ્ય અમૂલ શેઠને રાજસ્થાનના જેસલમેરની સૂર્યગઢ હોટલમાંથી ઝડપી લઈને અમદાવાદ લાવ્યા હતા.
પોલીસે આરોપી અમૂલ શેઠને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. આ ઉપરાંત, આ જ કૌભાંડમાં સંડોવાયેલા શીવપ્રસાદ કાબરાને પણ ઝડપી લેવાયા છે. બીજી તરફ અનિલ સ્ટાર્ચના માલિક અમૂલ શેઠની ધરપકડ થયાની જાણ અન્ય રોકાણકારોને થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ભોગ બનેલાઓ ફરિયાદ કરવા દોડી ગયા છે. પણ કંપનીના
અન્ય માલિકો ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે.