રાજપીપળા: સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં હાલ વધારો ભલે થતો હોય પણ હવે રાજ્ય માંથી વરસાદની વિદાઈ થઈ ગઈ છે. એવીજ રીતે માધ્ય પ્રદેશમાંથી પણ વરસાદે વિદાઈ લીધી છે કદાચ એકાદ વરસાદ પણ નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર ભરાવો મુશ્કેલ છે નર્મદા બંધની હાલ સપાટી ૧૨૯ મીટર પર પહોંચી છે. એટલે હજુ ૯.૬૮ મીટર ખાલી છે એટલે નર્મદા ડેમ ૭૦ ટકા જેટલો ભરાયો છે પરંતુ એમ કહી શકાય કે આગામી ૮ થી ૧૦ મહિના પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે એટલો તો હાલ સક્ષમ છે.
સરદાર સરોવર નર્મદા બંધ ગત બે વર્ષથી ઓગષ્ટ મહિનામાં પોતાની મહત્તમ સપાટી પાર કરી લે છે અને છલોછલ ભરાઈ જાય છે. આ વર્ષે છલોછલ નર્મદા ડેમ ભરવા મધ્ય પ્રદેશમાંથી પાણી છોડવું પડશે. ત્યારે ડેમ કદાચ ભરાય આગામી ૩૧ ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવાના છે ત્યારે નર્મદા ડેમ ભરાવો પણ મુશ્કેલ છે. ત્યારે હવે તંત્ર આવી જ પરિસ્થિતિ રાખે છે કે મધ્યપ્રદેશને પાણી છોડવા દબાણ કરે છે એ જોવું રહ્યું. નર્મદા બંધમાં હાલ તો પાણી નો જથ્થો ૬૬૦૦ મિલિયન ક્યુબિક મીટર છે. ૨૦૧૭ માં નર્મદા ડેમના ગેટ નંખાયા એ પહેલા ૧૨૧.૯૨ મીટર થી ઓવરફ્લો થતો હતો.
પરંતુ ૨૦૧૮ માં ઓછા વરસાદને કારણે પાણી ભરાયું નહિ અને નર્મદા બંધની જળસપાટી ૧૧૦ મીટર ગઈ હતી ત્યારે ( IBPT ટનલ ) ઇરીગેશન બાઈપાસ ટનલ ખોલવાની જરૂર પડી હતી. બાદમાં બે વર્ષ સારો વરસાદ પડતા નર્મદા બંધ મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચી ગયો હતો અને ડેમના ૨૭ ગેટ ખોલવાની ફરજ પડી હતી પરંતુ આ વર્ષે ફરી પરિસ્થિતિ વિપરીત બની છે.