ગંગાની જેમ નર્મદા મહાઆરતી થશે, ૩૦મીએ વડા પ્રધાન મોદી કેવડિયા આવશે

Tuesday 12th October 2021 10:54 EDT
 
 

કેવડિયા કોલોનીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૩૧મી ઓક્ટોબરે એકતા પરેડ યોજાશે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતની શક્યતાઓ વચ્ચે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે.
કેવડિયા કોલોની નજીક નર્મદા નદી ઉપર રૂ. ૧૪ કરોડના ખર્ચે ગોરા ઘાટ તૈયાર થઈ ચૂક્યો છે. આ ઘાટ ઉપરથી ૩૦મી ઓક્ટોબરની ઢળતી સાંજે વડાપ્રધાન મોદી ગંગા આરતીની જેમ નર્મદા આરતીનો આરંભ કરાવશે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ સંદર્ભે સરકારમાંથી સત્તાવારપણે કોઈ ફોડ પાડી રહ્યુ નથી. પરંતુ, દિલ્હીથી કેબિનેટ સેક્રેટરી વડાપ્રધાનના પ્રવાસ પૂર્વે સમિક્ષા બેઠક માટે ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન અગાઉ પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિને ગુજરાત આવવાના હતા.
જો કે, છેલ્લી ઘડીએ એ કાર્યક્રમ પડતો મુકાયો હતો. ગતવર્ષે કોવિડ-૧૯ને કારણે ૩૧ ઓક્ટોબરે ઔપચારિકતા ખાતર એકતા પરેડ યોજાઈ હતી. જો કે, આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેનું ફૂલ ફ્લેજ્ડ આયોજન ચાલી રહ્યુ છે. જેમાં વડાપ્રધાન મોદી સામેલ થશે.
વડાપ્રધાને સરદાર સરોવર ડેમના લોકાપર્ણ બાદ નર્મદાની આરતી પછી અહીં ગંગાની જેમ કાયમી આરતીનું આયોજન કરવા સુચન કર્યું હતુ.


comments powered by Disqus