અમદાવાદઃ ગુજરાતમાં ૧૨ ઓક્ટોબરની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૯ કેસ સામે આવ્યા છે જ્યારે ત્રણ દિવસ બાદ પ્રથમવાર કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. વધુ ૪.૩૦ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.
વલસાડમાંથી સૌથી વધુ ૫, અમદાવાદ-સુરતમાંથી ૪, જુનાગઢ-રાજકોટમાંથી ૨ જ્યારે વડોદરા-જામગરમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૦૯૯ છે.

