ગાંધીનગરઃ આયર્લેન્ડના મુખ્યાલય સહિત વિમાન ભાડે આપતી છ એરક્રાફ્ટ લિઝીંગ કંપનીઓને ગિફ્ટ સિટીમાંથી સંચાલન કરવાના લાયસન્સ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં વધુ સાત કંપનીઓએ સંચાલન શરૂ કરવા માટે આ પ્રકારના લાયસન્સ માગ્યા છે જે ચકાસણી હેઠળ છે. ગિફ્ટ સિટીને એરક્રાફ્ટ લિઝીંગ માટેનું હબ બનાવવા માટે છ મહિના અગાઉ રેગ્યુલેટરી ફ્રેમવર્કની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત આ લાયસન્સ આપવામાં આવ્યા છે.
ફ્લાઇંગ ક્લબ, એર ટેક્સી અને બિઝનેસ જેટ ભાડે આપતી કોર્પોરેટ કંપનીઓ તરફથી આવી માગણીઓ આવી રહી છે. ગિફ્ટ સિટીના આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઇએફએસસી) તરફથી એરક્રાફ્ટ ભાડે આપવાની પ્રવૃત્તિ કરવા માટે આ છ કંપનીઓની લાયસન્સની માગણી સ્વિકારવામાં
આવી હતી.