અમદાવાદઃ નવરાત્રિ દરમિયાન ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર કામ કરતા કર્મચારીઓ પણ તેમાંથી બાકાત નથી. એરપોર્ટ બિલ્ડિંગને શણગારવાની સાથે એરપોર્ટ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા ડોમેસ્ટિક ટર્મિનલમાં સોમવારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓ, વિવિધ એરલાઈન્સના કર્મચારીઓ, એર હોસ્ટેસ સહિત પેસેન્જરો ગરબે ઘૂમ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ પર ત્રણ-ચાર વર્ષથી લગભગ દર વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવે છે. જો કે હાલમાં એરપોર્ટ પર હાઈએલર્ટ હોવાથી ગરબા કરવા માટે ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવી પડી હતી. મંજૂરી મળી જતા સોમવારે કર્મચારીઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું