નવીદિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટ સામેની રમખાણોમાં મૃત્યુ પામેલા સાંસદ અહેસાન જાફરીની વિધવા ઝકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરશે. જસ્ટિસ એ. એમ. ખાનવિલકરના વડપણમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે અપીલની સુનાવણી કરવાનું સ્વીકાર્યા પછી તાકીદ કરી હતી કે અપીલ કરનારા ઝકિયા જાફરી દ્વારા હવે પછી નવી મુદતની માગણી સ્વીકારવામાં નહીં આવે. પિટિશનર ઝકિયા જાફરીની વિનંતીથી કેસની સુનાવણી માટે ૨૬ ઓક્ટોબરની મુદ્દ્ત આપવામાં આવે છે. હવે નવી મુદ્દતની માગણી સ્વીકારવામાં નહીં આવે.
ઝકિયા જાફરીનો કેસ લડી રહેલા કપીલ સિબ્બલે કોર્ટને જણાવ્યું હતું કે આ સુનાવણીનું મેટર અચાનક આવી પડ્યું છે અને કેસના રેકોર્ડના ૨૩,૦૦૦ પાના હોવાથી તેની સમરી બનાવવા સમય જોઈશે.