તારાપુર-વાસદ માર્ગ મુખ્યપ્રધાને ખુલ્લો મૂક્યો

Tuesday 12th October 2021 10:53 EDT
 

વડોદરાઃ મુખ્યમંત્રીએ આણંદ જિલ્લાના બોચાસણથી તારાપુર-વાસદ સુધીનો ૪૮ કિલોમીટરનો ૬ લેનનો રસ્તો ખુલ્લો મૂક્યો હતો, જે રૂ. ૧,૦૦૫ કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ રસ્તા દ્વારા તારાપુરથી વાસદ માત્ર ૩૫ મિનિટમાં પહોંચી શકાશે, તથા દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર પણ ઝડપથી પહોંચી શકાશે. મુખ્યપ્રધાને માર્ગ-મકાન વિભાગ હેઠળના રૂ. ૨૦૬.૯૩ કરોડ ખર્ચે તૈયાર થયેલા બીજા ૬ કામોનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, અમારું કોઈ કામ ચૂંટણીલક્ષી હોતું નથી, અમે પ્રજાને પડતી મુશ્કેલીઓ નિવારવા કામ કરીએ છીએ. આ તબક્કે માર્ગ-મકાન પ્રધાન પૂર્ણેશ મોદી તથા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.


comments powered by Disqus