વાપી: સંઘ પ્રદેશ દાદરા-નગરહવેલીની સંસદીય પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મહેશ ગાંવિતની ઉમેદવારી તરીકે ઘોષણા કરી છે. દિલ્હી ભાજપા મુખ્યાલયે પત્રકાર પરિષદ યોજી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.ડી. નડ્ડાએ મહેશ ગાંવિતના નામની ઘોષણા કરી હતી. ગવિત કુકણા જ્ઞાતિનો છે અને મૂળ કૌંચા ગામના રહીશ છે. એમણે ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના પી.એસ.આઈ. તરીકે નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવ્યું હતું. અગાઉ તેઓ મોહન ડેલકર સાથે જોડાઈને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બન્યા હતા. બાદમાં ભાજપમાં જોડાય હતા. ભાજપા પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ તથા પ્રશાક પ્રફુલ પટેલના આગ્રહવશ પાર્ટીએ ગાંવિતને ઉમેદવાર બનાવ્યાની ચર્ચા છે. સામા પક્ષે મોહલન ડેલકરનાં પત્ની કલાબેન ડેલકર શિવસેનામાંથી ચૂંટણી લડશે. ભાજપના ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે ભાજપના ચૂંટણી પ્રભારી રેલવે પ્રધાન અશ્વિન વૈષ્ણવ ખાસ ઉપસ્થિત રહેશે.