અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારા બાદ દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાય રહ્યો છે. તહેવારોમાં જ ભાવવધારાની હોળી સળગી છે. રોજ ૪૦ પૈસાની મર્યાદામાં બંને ઈંધણના ભાવ વધી રહ્યાં છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ. ૧૦૦ને ઓળંગી ગયા બાદ હવે ડીઝલના ભાવ પણ રૂ. ૧૦૦ ને ઓળંગી ગયા છે. ગાંધીનગરમાં પણ ડીઝલના ભાવમાં સદી થઈ છે. રાજ્યમાં સૌથી મોંઘું પેટ્રોલ ભાવનગરના તળાજામાં રૂ.૧૦૫.૫૦ પૈસાનું લિટર છે. ત્યારબાદ જેસરમાં રૂ. ૧૦૩.૦૫ ની સપાટી ક્રોસ કરી ગયો છે.