મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધો કલાકનો વીજ કાપ મુકાયો

Tuesday 12th October 2021 15:11 EDT
 

વડોદરા: દેશમાં કોલસાની અછતને પગલે વીજ સંકટનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન છે, દરમિયાન મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૧ ઓક્ટોબરના દિને અડધો કલાકનો વીજ કાપ મુકાયો હતો. એગ્રિકલ્ચર લોડ વધશે તો આગામી દિવસોમાં વીજ કાપ વધે તેવી શક્યતાઓ છે.
દેશમાં કોલસાના જથ્થા સામે સવાલો ઉભા થતાં ગુજરાતમાં વીજળીના ઉત્પાદન અને માંગ સામે વીજ કંપની દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હજુ સુધી વીજ કાપ મુકાયો નથી. કોલસાની અછતને કારણે મધ્ય ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં તબક્કાવાર વીજ કાપ શરૂ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. આજે મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધો કલાકનો વીજ કાપ મુકવામાં આવ્યો હતો. એગ્રિકલ્ચર ક્ષેત્રે ડિમાન્ડ વધશે તો આગામી દિવસોમાં પણ વીજ કાપ મુકાશે. ૧૫ થી ૩૦ મિનિટ સુધીનો વીજ કાપ ગ્રામ્ય વિસ્તારોમાં મુકાય તે શક્યતાઓ છે. દેશમાં કોલાસા અને ફ્યૂઅલના ભાવ વધી રહ્યાં છે, કોલસાની તંગી હોવાથી વીજળીનું ઉત્પાદન તેની માંગ કરતા ઓછું છે.


comments powered by Disqus