રાજકોટઃ રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નાકરાવાડી ગામે પરિણીતાને તેના બે સંતાન સાથે અગ્નિસ્નાન કરી સામૂહિક આપઘાતની ઘટના બની છે. સાસુએ ચૂલો સળગાવવા માટે માચિસ માગતા બંને વચ્ચે થયેલા ઝઘડાને કરૂણ અંજાબ આન્યો હતો. પોલીસ મૃતકના પતિની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધાયો છે. સોખડા પાસે નાકરાવાડી રણુજા મંદિર પાસે રહેતી દયા ડેડણિયા નામની પરિણીતાને ૭ વર્ષના પુત્ર મોહિત અને ૪ વર્ષના ધવલને સાથે રાખી પોતાની જાતે ત્રણેયના શરીરના કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી. કાંડી ચાંપતાની સાથે જ માતા પુત્રો ભડભડ સળગવા લાગ્યા હતો જોત જોતામાં પરિણીતા અને બંને માસૂમ બાળકો આગમાં ભડથું થઇ ગયા હતા.