રાજકોટઃ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઈ કોરોનાની થીમ પર એક રાસની કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં કોરોના વોરિયર્સની કામગીરીની વાત કરવામાં આવી તેમજ આગામી દિવસોમાં કોરોનાને લઈ રાખવામાં આવતી કાળજી અંગે પણ એક હકારાત્મક સંદેશો સમાજને આપવામાં આવ્યો હતો.
નવરાત્રિમાં ચણિયાચોળી અને કેડિયા સહિતના ડ્રેસ પહેરેલા ખેલૈયાઓને રાસે રમતા જોયા હશે, પરંતુ રાજકોટમાં નવરાત્રિમાં પ્રથમ વખત પીપીઈ કિટ પહેરીને બાળાઓએ જુદા જુદા રાસ રજૂ કર્યા હતા. રાજકોટના પવનપુત્ર ગરબી મંડળ દ્વારા દર વર્ષે અલગ-અલગ થીમ પર રાસની કૃતિ રજૂ કરવામાં આવે છે. જેમાં ગત વર્ષે બેટી બચાવો બેટી પઢાવોની થીમ પર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.