ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાએ પદભાર સંભાળ્યાના બે વર્ષ પછી ભાજપની રાષ્ટ્રીય કારોબારી જાહેર થઈ છે. જેમાં અમિત શાહ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓ, સંગઠનમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભારતી શિયાળ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યસભાના સાંસદ રમીલાબહેન બારા સહિત કુલ ૧૧નો સમાવેશ થયો છે. વિજય રૂપાણી અને નીતિન પટેલનો પણ કારોબારીમાં સમાવેશ થયો છે જે હોદ્દાની રૂએ નથી પરંતુ સિનિયોરિટી અને રાજકીય અનુભવના આધારે છે.