ગાંધીનગર: સરપંચ, ગામનો વિકાસ બરાબર કરજો. અમારું સાસરું છે આ શબ્દો હતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના. તેઓ મુખ્યપ્રધાન બન્યા બાદ લાંઘણજની બાજુમા સાલડી ગામે પીપળેશ્વર મહાદેવની પૂજા કરવા આવ્યા હતા. લાંઘણજ ભુપેન્દ્ર પટેલની સાસરી થાય છે. તેઓ અવારનવાર પીપળેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા હોઇ સાવડીના સરપંચને બરાબર વિકાસ કરવાનું કહી રમૂજ ફેલાવી હતી. સાલડી ગામે પીપળેશ્વર મહાદેવ મંદિરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સામરણ કળશપૂજા કરી હતી. બાદમાં પીંપળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટઅને આજુબાજુના ગામનો આગેવાનો દ્વારા મુખ્મપ્રધાનનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભુપેન્દ્ર પટેલે આધ્યાત્મિક ઉદબોધનમાં જણાવ્યું કે, જેણે ધર્મને પકડી રાખ્યો છે. તેને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો હરહંમેશ માર્ગ મળ્યો રહ્યો છે. મુખ્યપ્રધાને ઉમેર્યું કે શિવ અને જીવનનું મિલન એટલે ભક્તિ થકી મુક્તિ, જીવત્વમાંથી શિવત્વમાં પ્રેરણા લઇ માનવી મોક્ષ મેળવી શકે છે. માનવી મોક્ષ મેળવી શકે છે. મંદિરો અને સંતો સંસ્કૃતિઓના પાયા સમાન છે.

