સુરત પાલિકાએ ૧૬ માળના નવા બિલ્ડિંગની ડિઝાઇન બતાવી, મોદીએ ૨૯ માળ કરાવ્યા

Tuesday 12th October 2021 10:56 EDT
 

સુરત: રિંગ રોડ પર જૂની સબજેલવાળી જમીન ઉપર મહાપાલિકાનું નવું ભવન સાકાર થવાનો માર્ગ મોકળો થયો છે. ગાંધીનગરથી રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં વડાપ્રધાન મોદીએ કેટલાંક સૂચનો કર્યાં હતાં, જેને ધ્યાનમાં રાખી પાલિકાએ ૧૪ માળના બિલ્ડિંગને ૨૮ માળ જ્યારે વધુ એક ૨૯ માળનું એમ ૨ ગગનચુંબી બિલ્ડિંગ નિર્માણ કરાશે. વડાપ્રધાને બંને ભવનોમાં રાજ્ય-કેન્દ્ર સરકારના વિભાગોને પણ સમાવી લેવા સૂચન કર્યા હતા. આઇટી, જીએસટી, ઇરિગેશન, વીમા કંપની અને બેંકોને પણ સમાવી લેવાશે. આ નવું ભવન ૧૦૮.૯ મીટર ઊંચું અને ૨૧ લાખ ચોરસ ફૂટ બાંધકામ ધરાવતું હશે.


comments powered by Disqus