સૌરાષ્ટ્રમાં પાંચમા નોરતે તાલાલા-આંબળાશમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો

Tuesday 12th October 2021 12:58 EDT
 
 

રાજકોટઃ નવરાત્રીમાં સતત પાંચમા દિવસે પણ સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાતે મેગ મહેર વરસી હતી તાલાલ-આંબળાશ ગીરમાં મુશળધાર ૪ ઇંચ વરસાદથી પંથક તરબોળ બની ગયો હતો આજે તાલાલા પંથકના આંબળાશ, વરપુર, હરણવેછલ, ગુંદરણ સહિત ૧૫ જેટલા ગામોમાં મુશળધાર વરસાદ પડતા નદી નાળામાં પુર આવી ગયા હતા. પાંચ દિવસ દરમિયાન તાલાલ પંથકમાં પડેલ વરસાદથી મગફળી સોયાબીન સહિતનો ખેડૂતોના ખેતરમાં પડેલ તૈયાર પાકને ડેમેજ કરી નાખ્યો છે તેમજ ઘાસચારો સંપૂર્ણ નાશ પામતા ખેડૂતો દયાનજક સ્થિતિમાં મુકાઈ ગયા છે. તાલાલા પંથકમાં ગાજવીજ સાથે બપોર બાદ પડેલ વરસાદ સાથે વિરપુર ગીર ગામની સીમમાં વીજળી પડી હતી. વીજળી પડતાં પાંચ ગૌમાતાના ઘટના સ્થળે મરણ થયા હતા. આંબળાશ ગાર વિસ્તારમાં ૩થી ૪ ઈંચ વરસાદ પડતા ગામના પાદરમાંથી પસરાથી નદીમાં પુર આવતા ગામ વિખુટુ પડી ગયું હતું. 


comments powered by Disqus