અમદાવાદથી જયપુર, પૂણે, ઉદયપુર, ગ્વાલિયર માટે નવી ફલાઇટો શરૂ થશે

Wednesday 14th July 2021 06:41 EDT
 

અમદાવાદઃ દેશના નાના શહેરોને મેટ્રોસિટી સાથે જોડતા સ્પાઈસ જેટ એરલાઈન્સે નવી ફ્લાઈટો શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં અમદાવાદથી ઉદયપુર, જયપુર, ગ્વાલિયર, પૂણે માટે તેમજ સુરતથી પટણા, જયપુર, પૂણે, બેંગાલુરુ, જબલપુર અને હૈદરાબાદ માટે નવી ફ્લાઈટો શરૂ કરાશે. ૧૦ જુલાઈ બાદ શરૂ થનારી આ ફ્લાઈટના ભાડા ૨૫૦૦-૩૦૦૦ રૂપિયાથી શરૂ થશે.
સ્પાઈસ જેટના અધિકારી અનુસાર, એરલાઈન્સ દ્વારા સુરત-જબલપુર, સુરત-પૂણે, સુરત-પટણા માટે નવી ફ્લાઈટ જ્યારે અમદાવાદ-જયપુર અને અમદાવાદ-પૂણે માટે બીજી ફ્લાઈટની સુવિધા શરૂ કરાશે. એજ રીતે અમદાવાદ- ઉદયપુર અને અમદાવાદ-જયપુરની બંધ કરાયેલી ફ્લાઈટો પણ હવે શરૂ કરાશે. આ તમામ ફ્લાઈટનું બુકિંગ શરૂ કરી દેવાયું છે. તેની સાથે જ એરલાઈન્સ બોઈંગ-૭૩૭ અને ક્યુ-૪૦૦ એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.


comments powered by Disqus